શેરબજાર આજે સવારે મસમોટા કડાકા સાથે ખુલ્યા બાદ આખો દિવસ નબળાઈના માહોલ પછી લાલ નિશાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ ૨૨૪.૧૧ અંકના ઘટાડા સાથે ૬૦૩૪૬.૯૭ ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી ૬૬.૨૦ અંકની નબળાઈ સાથે ૧૮૦૦૩.૮૦ અંકના સ્તરે બંધ થયો.
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પ., એસબીઆઈના શેર જાવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, પાવર ગ્રિડ કોર્પ, એનટીપીસી, એસબીઆઈ અને કોટક મહિન્દ્રાના શેર જાવા મળ્યા.
નિફ્ટી અને સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, લાર્સનના શેર જાવા મળ્યા.
અમેરિકામાં ઓગસ્ટ મહિનાનો મોંઘવારી દર અંદાજા કરતા વધુ આવવાના કારણે તથા વ્યાજ દર વધવાની આશંકાના પગલે પહેલા અમેરિકી બજાર તૂટ્યું અને ત્યારબાદ આજે સવારે ભારતીય શેર બજારમાં હાહાકાર જાવા મળ્યો. ભારતીય શેર બજારના બંને પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી સવારે લાલ નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં જ ૩૦ અંકવાળો સેન્સેક્સ ૧૧૫૩.૯૬ અંક તૂટીને ૫૯,૪૧૭.૧૨ ના સ્તર પર ખુલ્યું. જ્યારે ૫૦ અંકવાળો નિફ્ટી સૂચકઆંક પણ ૧૭૮૦૦ના સ્તરથી નીચે ખુલ્યો.