રૂપિયામાં ઘટાડો થવાનું નામ નથી લઈ રહ્યો અને આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન રૂપિયો ૫ પૈસા ઘટીને ૭૯.૧૧ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ ડોલર સામે રૂપિયાની સૌથી નીચી સપાટી છે. ડાલરની મજબૂતી સામે રૂપિયાની નબળાઈ ઇમ્ૈં માટે ચિંતાનો વિષય છે. ગુરુવારે રૂપિયો યુએસ ડાલરની સરખામણીએ ત્રણ પૈસા ઘટીને ૭૯.૦૬ રૂપિયા પ્રતિ ડાલરના નવા સર્વકાલીન નીચા સ્તરે બંધ થયો હતો. આજે ૫ પૈસાના ઘટાડા સાથે તે ૭૯.૧૧ રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો છે.
ઇન્ટરબેંક ફોરેન કરન્સી માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો ૭૮.૯૯ પર નબળા વલણ સાથે ખુલ્યો હતો. બાદમાં સ્થાનિક ચલણ વધુ નબળું પડીને ૭૯.૧૧ થઈ ગયું. ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવી ગયો છે, જે અગાઉના બંધ ભાવ સામે ૫ પૈસાનો ઘટાડો દર્શાવે છે.
વિદેશી ભંડોળના સતત વેચાણને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડી રહ્યું છે, જેની અસર રૂપિયાના બિઝનેસ પર પડી રહી છે અને તેની નબળાઈ સતત વધી રહી છે. શેરબજોરના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. ૧,૧૩૮.૦૫ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જે રૂપિયામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે.
દરમિયાન, છ મુખ્ય કરન્સી સામે યુએસ ડાલરની સ્થિતિ દર્શાવતો ડાલર ઇન્ડેક્સ ૦.૨૧ ટકા વધીને ૧૦૪.૯૦ પર હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૦૫ ટકા વધીને બેરલ દીઠ ઇં૧૦૯.૦૯ થયો હતો. મોંઘા ડોલરનો મોટો ફટકો ભારતને ભોગવવો પડશે. સરકારી તેલ કંપનીઓ (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) ડોલરમાં ચૂકવણી કરીને ક્રૂડ ઓઈલ ખરીદે છે. જો રૂપિયા સામે ડોલર મોંઘો થશે અને રૂપિયામાં ઘટાડો થશે તો સરકારી ઓઈલ કંપનીઓએ ક્રૂડ ખરીદવા માટે વધુ ડોલર ચૂકવવા પડશે. આનાથી આયાત મોંઘી થશે અને સામાન્ય ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવ ચૂકવવા પડશે.