ભારતીય શેર બજારમાં ગઈ કાલના કડાકાને ભૂલીને આજે તેજીનો માહોલ જાવા મળ્યો. તેજી પણ કેવી…રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા. સવારે બજાર મોટા ઉછાળા સાથે ખુલ્યા અને દિવસભર ટ્રેડિંગ લીલા નિશાનમાં થતા જાવા મળ્યા. એટલું જ નહીં આ દરમિયાન તમામ સેક્ટર લીલા નિશાનમાં જાવા મળ્યા. બજાર લીલા નિશાન સાથે બંધ થયા. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઈન્ટ ચડીને ૫૯૫૩૭.૦૭ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૪૪૬.૪૦ પોઈન્ટ ઉછળીને ૧૭૭૫૯.૩૦ ના સ્તરે બંધ થયો.
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સના શેર જાવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનર્સવ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર જાવા મળ્યા.
મેરિકી બજારમાં સતત બીજા દિવસે નબળાઈ વચ્ચે ભારતીય શેર બજારોમાં ગઈ કાલની નબળી સ્થિતિથી બિલકુલ વિપરિત મજબૂતાઈ જાવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૪૧૧.૬૮ પોઈન્ટના વધારા સાથે ૫૮૩૮૪.૩૦ ના સ્તરે ખુલ્યો જ્યારે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૧૩૪.૯૦ પોઈન્ટની તેજી સાથે ૧૭૪૪૭.૮૦ ના સ્તરે ખુલ્યો હતો
જા તમારી પાસ કોઈ પણ સ્ટોકમાં પૈસા લગાવવાનો પ્લાન છે કે પછી તમે પણ આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવીશું જેણે રોકાણકારોના એક લાખ રૂપિયાને કરોડો નહીં પરંતુ અબજામાં ફેરવી દીધા છે. શેર બજારમાં પેની સ્ટોક્સ ઉપરાંત લાર્જ કેપ શેર્સે પણ બંપર રિટર્ન આપ્યું છે. રાકેશ ઝૂનઝૂનવાલાના પસંદગીના સ્ટોક ટાઈટન વિશે વાત કરી રહ્યા છીએ. આ શેરની કિંમત ૩ રૂપિયાથી વધીને ૨૬૧૧ રૂપિયા પહોંચી ગઈ છે. ગત ૨૦ વર્ષોમાં આ શેરે ૧૬૯૦૦ ગણું બંપર રિટર્ન આપ્યું છે. આ સ્ટોક ટાટા ગ્રુપનો છે. ટાઈટને રોકાણકારોને શોર્ટ અને લોંગ ટર્મ બંનેમાં સારું રિટર્ન આપ્યું છે. પ્રીમિયમ રોકાણકારોની પસંદ ટાઈટનનો શેર છે. આ સ્ટોકે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે.
કંપનીએ શેરહોલ્ડર્સને બોનસ શેર પણ આપ્યા છે. મંગળવારે કારોબારી સત્રમાં આ શેર ૨૬૦૦ રૂપિયાથી ઉપર કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો શેરે લગભગ ૩૯ ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા ૩૦ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ આ શેરની કિંમત ૧૮૭૮.૪૫ રૂપિયા હતી. હવે વધીને ૨૬૦૦ને પાર કરી ગઈ છે.
૧ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ શેરનો ભાવ ૬૧૩ રૂપિયા હતો જે ૩૦ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ વધીને ૨૬૧૧ રૂપિયા થઈ ગયો. ગત પાંચ વર્ષમાં તેણે રોકાણકારોને ૩૨૫ ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેર લગભગ ૨૦૦૦ રૂપિયા વધી ગયો છે. ટાઈટનના શેરનો ૨૦ વર્ષ પહેલા ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ ભાવ ૩ રૂપિયા હતો. હવે આ શેર વધીને ૨૬૦૦ રૂપિયા પાર ચાલી રહ્યો છે. આ દરમિયાન શેરના ભાવ અનેક ગણા વધી ગયા. રોકાણકારોને થયેલી કમાણીમાં શેરની કિંમતમાં વધારો થવાથી થયેલી કમાણી સાથે બોનસ શેર પણ સામેલ રહ્યા. કંપનીએ આ સમયગાળામાં પણ ૧૦ઃ૧ સ્ટોક સ્પ્લિટ અને ૧ઃ૧ બોનસ શેરની જાહેરાત કરેલી છે.
જા કે કોઈ પણ રોકાણકારને સ્ટોક સ્પ્લિટથી કમાણી થતી નથી. પરંતુ સ્ટોક સ્પ્લિટ થવાથી શેરના યુનિટ વધી જાય છે અને રોકાણકારના ઈનપુટ ખર્ચ ઓછા થઈ જાય છે. ટાટા ગ્રુપે જૂન ૨૦૧૧માં ૧૦ઃ૧ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી. જેનો ફાયદો જે રોકાણકારોએ ઓગસ્ટ ૨૦૦૨ કે તે પહેલા ટાઈટનના શેર ખરીદ્યા હતા તેમનો મળ્યો. જા કોઈએ ૨૦ વર્ષ પહેલા આ શેરને ૩ રૂપિયાના લેવલ પર ખરીદ્યો હોત તો તેના એક લાખ રૂપિયા આજે ૧૬૯ કરોડમાં ફેરવાઈ ગયા હોત.