ભારતમાં મગફળીના પાકમાં જમીન જન્ય જીવાતોમાં સૌથી ગંભીર પ્રશ્ન ધૈણનો છે. તે રેતાળ, મધ્યમ કાળી, ગોરાળુ અને સારી નીતારવાળી જમીનમાં જોવા મળે છે. આવી જમીન તેના અસ્તીત્વ અને વધતી વસતી માટે તદ્દન યોગ્ય છે. તે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, યુપીના રાજયોમાં પ્રભાવી પ્રજાત છે અને સાથો સાથ તે તમામ ખરીફ પાકો પર આહાર કરે છે. પરંતુ દેશના ઘણા ભાગોમાં મગફળીના પાક પરનું નુકસાન વધુ સ્પષ્ટ છે. તેથી તે મગફળીની ખેતીમાં મુખ્ય અવરોધ છે.
• ઓળખ: ધૈણના પુખ્ત ઢાલિયા કીટકો કાળા કે બદામી રંગના તેમજ પ્રમાણમાં નાના હોય છે. ઈંડા સફેદ રંગના ગોળ હોય છે. આ કીટકની ઈયળ સફેદ રંગની અને બદામી માથાવાળી, મજબૂત મુખ અંગોવાળી તેમજ ત્રણ જોડી પગ ધરાવે છે. મોટી ઈયળો પોચા શરીરવાળી તથા મજબૂત બાંધાની હોય છે. તેને અડકતા ગોળ ગુચળું વળી પડી રહે છે.
• જીવન ચક્રઃ- વહેલી સવારે પુખ્ત માદા (ઢાલિયા) જમીનમાં દાખલ થઈ ચોમાસામાં છુટા છવાયા સફેદ રંગના ઈંડા મૂકે છે. ઈંડામાંથી અઠવાડીયા બાદ નાની સફેદ રંગની ઈયળો નીકળે છે. ઈયળ અવસ્થા લગભગ બેથી અઢી મહિનાની હોય છે. ત્યારબાદ તે કોશેટા અવસ્થામાંં જાય છે. કોશેટા જમીનમાં માટીની ગોટીમાં બનાવે છે. કોશેટા અવસ્થા ૭ થી ૧૦ દિવસની હોય છે. ત્યારબાદ કોશેટામાંથી ઢાલિયા કીટક બહાર આવી પોતાનુંં જીવનચક્ર ફરી ચાલુ રાખે છે. આમ તેની વર્ષમાં ૨ થી ૩ પેઢી જોવા મળે છે. ઢાલિયા કીટક આશરે બે અઠવાડિયા સુધી જીવતાં રહે છે.
• નુકસાન: ધૈણનો ઉપદ્રવ રેતાળ તેમજ ગોરાળુ જમીનમાં વધુપ્રમાણમાં જોવા મળે છે. ચોમાસાનો પ્રથમ વરસાદ થવાની સાથે જ પુખ્ત ઢાલિયા કીટકો જમીનમાંથી બહાર નીકળી શેઢા પાળે ઉગતા ઝાડો જેવા કે બાવળ, બોરડી, સરગવો, લિમડો, આંબલી વગેરેના પાન ખાય છે. વહેલા પરોઢીયે ચોમાસામાં જમીનની અંદર દાખલ થઈ એક બે ઈંડા મૂકે છે. ઈયળો શરૂઆતમાં ચોમાસામાં પડેલા સડેલા, કોહવાયેલા કૂચા ખાઈને મોટી થાય છે. ઈયળો મોટી થતા છોડના બારીક મળૂ ખાય છે અને મુખ્ય મૂળ ખાઈને પણ પાકને નુકસાન કરે છે. પરિણામે હારમાં એક પછી એક છોડ પીળા પડી મુરઝાઈને સુકાઈ જાય છે. આ રીતે તેનુંં નુકસાન ચોમાસા આગળ વધતુ જાય છે. વધુ ઉપદ્રવને લીધે ખેતરમાં મોટા ખાલા પડે છે અને પાકનો આડેધડ નાશ થવા લાગે છે.
• ઉપદ્રવનો સમયઃ- ઢાલિયા કીટકો પહોળી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેતા હોય છે, જે ચોમાસાનાં પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે અને રાત્રીના સમયે નર અને માદા ઢાલિયા ખેતરની આજુબાજુ શેઢાપાળા પર એકઠાં થઈ, ઝાડના પાન ખાય છે અને માદા ઢાલિયા વહેલી સવારે જમીનમાં દાખલ થઈ ચોમાસામાં છુટા છવાયા સફેદ રાંગના ઈંડા મૂકે છે. ઈયળ અવસ્થામાં મગફળીના પાકમાં શરૂઆતથી જ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાત મુખ્યત્વે સામાન્ય ભેજવાળુ વાતાવરણ માફક આવે છે અને તેનો ઉપદ્રવ શરૂઆતથી પાક પરિપકવ થયા સુધી જોવા મળે છે.
ધૈણનું સકંલિત વ્યવસ્થાપનઃ-: વાવેતર વખતે લેવાના પગલા
• સૌ પ્રથમ પહેલો સારો વરસાદ થયા પછી સંધ્યા સમયે જમીનમાંથી ઢાળીયા (પુખ્ત )નીકળીને ખેતરના શેઢા-પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા હોય છે, જેથી સામૂહિક ધોરણે ઝાડની ડાળી નીચે પાડી વીણી નાશ કરવો.
• મીથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે જે આ જીવાતના એગ્રીગેશન એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસતીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ સે.મી. ના વાદળી (તપોંજ)ના ટુકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો.
આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર ટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મી.લી. જેટલુ મીથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું. મીથોક્સી બેન્ઝીનના ટ્રેપ જે ઝાડ પર મુકવાના હોય તે ઝાડ પર અગાઉ કવિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લી. અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• આ ઉપરાંત ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ પર બરાબર છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લી ૧૦ લિટર પાણીમાં ઉમેરી છાંટકાવ કરવો. – ધૈણના ઢાલિયા રાત્રેના સમયે પ્રકાશ તરફ આકર્ષતા હોવાથી તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલા ઢાલિયા કીટકોનો નાશ કરવો. . સામૂહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે વાવેલા પહોળા કલોરોપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ર૫ ઈસી ર૫ મિ.લી પ્રતિ ર કિ.ગ્રા પ્રમાણેની બીજ માવજત આપી ત્રણ ટક છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.
• ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટા તથા સુષુપ્ત અસ્થામાંં રહેલા પુખ્ત કીટકો(ઢાલિયા) બહાર આવવાથી સુકાઈ તાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થશે.
• સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયાને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો.
• શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કિરપાયરીફોસ ૨૦% ઈ.સી. દવાના (૧૫ મિલી. પાણીમાં ૨૦ મી.લી. દવા) મિશ્રણનો છંટકાવ કરવાથી ઝાડ ઉપર એકઠાં થયેલ ઢાલિયાનો નાશ થાય. આ કામગીરી ૩ થી ૪ દિવસમાં જ કરવી જોઈએ.
• કલોરોફોસ ૧૦ જી દાણાદાર દવા હેકટરે ૧૨ થી ૧૫ કિ.લો. પ્રમાણે વાવેતર પહેલા ચોમાસામાં આપવી
• ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રી દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો.
• કલોરપાઈરોસીસ ૨૦% ઈ.સી. અથવા કવીનાલફોસ ૨૫% ઈ.સી. દવાનો ૧ ર કિ.લો બી દીઠ ૨૫ મી.લી. દવા પ્રમાણે બીજને પટ આપી, બે ત્રણ કિટક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.
• અસરકારક અને સક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ કિ.લો (ન્યુનતમ ૧ ×૧૦૮ સીએફયુગ્રામ) ૫ કિ.ગ્રામ હેકટર મુજબ વાવેતર પહેલા એરંડીના ખોળ
(૩૦ ગ્રા) સાથે જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવે છે.
ઊભા પાકમાં લેવાતા પગલાઃ-
• ઊભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે. જો પિયતની સગવડ ન હોય તો પંપ દ્વારા, નોઝલ કાઢી કોરપાયરીફોસ (૧૦ લિટર પાણીમાં ૫૦ મી.લી.) દવાનું પ્રવાહીનું મિશ્રણ મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે, અથવા કલોરોપાયરીફોસ ૪ લિટર દવા ૫ લિટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિ.લો રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે મુકવી, ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું.
• મગફળીના ઊભા પાકમાં મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના ૩૦ દિવસ બાદ બ્યવુરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ડિંગ દ્વારા ૫.૦ કિ.ગ્રા./હકકટર પ્રમાણે જમીનમાં આપવાની ભલામણ છે.
• ધૈણ ઉપદ્રવિત ખેતરમાં મગફળી પછી વાવેતર થતા પાક જેવા કે ઘઉંમાં પણ તેનો ઉપદ્રવ જોવા મળે છે.
તેથી મગફળી લીધા પછી યોગ્ય ખેડ કરવી તથા દાણાદાર જંતુનાશક દવાનો ઉપયોગ કરવો.