ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ ખુબ જ ખરાબ રહ્યો. સવારે બજાર લાલ નિશાન સાથે ખુલ્યા અને આખો દિવસ હાહાકાર મચ્યા પછી લાલ નિશાન સાથે જ બંધ થયા. સેન્સેક્સમાં તો આજે ૮૦૦થી વધુ પોઈન્ટનો કડાકો જાવા મળ્યો જ્યારે નિફ્ટી પણ ૨૫૦ પોઈન્ટ ગગડી ગયો.
આજે ટ્રેડિંગ બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ લગભગ ૮૭૨.૨૮ પોઈન્ટ તૂટીને ૫૮૭૭૩.૮૭ ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૨૬૭.૮૦ પોઈન્ટ ગગડીને ૧૭૪૯૦.૭૦ના સ્તરે બંધ થયો.
નવા અઠવાડિયાના પહેલા દિવસે આજે વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા સંકેતોના પગલે ઘરેલુ શેરબજારમાં પણ કડાકો જાવા મળ્યો. પ્રમુખ સૂચકઆંક લાલ નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં ૩૦ અંકવાળો સેન્સેક્સ અને ૫૦ અંકવાળો નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ શરૂઆતમાં ૨૮૫ અંક તૂટીને ૫૯,૩૬૧.૦૮ ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી લગભગ ૭૬ અંક ગગડીને ૧૭,૬૮૨.૯૦ ના સ્તરે ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેકના ૩૦માંથી ૨૦ શેર ઘટાડા સાથે જાવા મળ્યા. સૌથી વધુ અઢી ટકાથી પણ વધારેનો ઘટાડો કોટક મહિન્દ્રાના શેરમાં જાવા મળ્યો. જ્યારે ડો.રેડ્ડીના શેર ૦.૭૦ ટકા ચડીને ટ્રેડિંગમાં સામેલ હતા. સવારે ૯.૨૫ વાગે સેન્સેક્સ ૩૯૦.૮૬ પોઈન્ટ ઘટીને ૫૯૨૫૫.૨૯ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ૧૧૮.૩૦ ગગડીને ૧૭૬૪૦.૨૦ પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો.
નબળી પરિસ્થિતિમાં પણ અનેક શેર હતા જેણે સારો દેખાવ કર્યો. નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ટાટા , આઈટીસી, કોઈલ ઈન્ડિયા, બ્રિટાનિયા, નેસ્લે જાવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં આઈટીસી, નેસલેના શેર જોવા મળ્યા.
જે શેરે આજે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા તેમાં નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્‌સ, અદાણી પોર્ટ્‌સ, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્‌સ, વિપ્રો, સન ફાર્મા, લાર્સનના શેર જોવા મળ્યા.