ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમાં સાવરકુંડલા વિધાનસભામાં આવતા સાવરકુંડલાના આંબરડી ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આંબરડી ખાતે યોજાયેલ મોદી પરિવાર સભામાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી લઈ જવા તેમજ સરકારના કરેલા કામોની વાત છેવાડાના લોકો સુધી પહોંચાડવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લોકોને જણાવ્યું હતું. વધુમાં આવનાર લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના અનુસંધાને મોદી જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે સાવરકુંડલા વિધાનસભામાંથી મોટી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કરાવીને તમામ મતદારો મોદીનો પરિવાર છે તેવું ચરિતાર્થ કરવાની હાકલ કરવામાં આવી હતી, મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર ભરત સુતરીયા સાથે ધારાસભ્ય મહેશ કસવાલા, યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, તા.ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, તા. પં. પ્રમુખ જીતુભાઈ કાછડીયા, શૈલેન્દ્રસિંહ જાડેજા, લાલભાઈ મોર, શરદભાઈ ગૌદાની, હિતેશભાઈ ખાત્રાણી, ગામના સરપંચ પ્રેમજીભાઈ બગડા, પૂર્વ સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. બગસરા તાલુકાના કાગદડી, જૂના ઝાંઝરીયા તાલુકા પંચાયત સીટની મોદી પરિવાર સભા યોજાઈ હતી. જેમાં ધારી-બગસરાનાં ધારાસભ્ય જે. વી. કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ દીપકભાઈ વઘાસીયા, ધારી વિધાનસભા વિસ્તારક પાર્થભાઈ કટુડીયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, ડો. આનંદભાઈ કામળિયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રતિનિધિ સદ્દસ્ય ધીરૂભાઈ માયાણી, ધારી વિધાનસભાનાં સંયોજક અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જાષી, ધારી તાલુકા પંચાયત પ્રતિનિધિ પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, ખોડાભાઈ સાવલિયા, બગસરાના આગેવાન બાબુભાઈ બકરાણીયા, ઉપ પ્રમુખ હસમુખભાઈ બાબરીયા, બગસરા તા.પં. સદ્દસ્ય અશ્વિનભાઈ કોરાટ, વિપુલભાઈ ભેસાણિયા, સમઢિયાળાનાં સરપંચ જીવરાજભાઈ ગઢિયા તેમજ તમામ ગામના સરપંચો હાજર રહ્યાં હતાં.