સવારે તેજીમાં ખુલ્યા બાદ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી. છેલ્લે ભારતીય બજરો કડાકા સાથે બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૩૧૦.૭૧ પોઈન્ટ ગગડીને ૫૮૭૭૪.૭૨ ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૮૨.૫૦ પોઈન્ટ ગગડીને ૧૭૫૨૨.૫૦ના સ્તરે બંધ થયો. આઈટી, મેટલ, અને એફએમસીજી શેરો પર દબાણ જોવા મળ્યું. પીએસયુ બેંક અને રિયાલ્ટી શેરોમાં તેજી જોવા મળી.
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટોપ ગેઈનર્સમાં શ્રી સિમેન્ટ, ડિવિસ લેબ્સ, હિન્દાલ્કો, આઈશર મોટર્સ, ગ્રાસિમના શેર જોવા મળ્યા જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મારુતિ સુઝૂકી, એસબીઆઈ, ડો.રેડ્ડીઝ લેબ્સ, ટાઈટન કંપનીના શેર જોવા મળ્યા.
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં અદાણી પોર્ટ્‌સ, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રિડ કોર્પ, ઈન્ફોસિસ, એનટીપીસીના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં બજોજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસિસ, ટીસીએસના શેર જોવા મળ્યા.