પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પર રાજકીય ઘર્ષણ વધુ તીવ્ર બન્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રક્રિયાને રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, મુખ્યમંત્રીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
મીડિયા સાથે વાત કરતા દિલીપ ઘોષે કહ્યું, “તેઓ (મુખ્યમંત્રી મમતા બેનર્જી) તેમની (મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર) સાથે ઘણી વખત મળ્યા છે અને બેઠકો કરી છે. તેમનો એકમાત્ર એજન્ડા એસઆઇઆરને રોકવાનો છે, પરંતુ તે થવાનું નથી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ જીંઇ પૂર્ણ થશે, અને તે પછી ચૂંટણીઓ યોજાશે.”
આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને લખેલા પત્રમાં પ્રક્રિયાના સંચાલન અંગે ચિંતા વ્યક્ત કરી છે. બેનર્જીએ પ્રશ્ન કર્યો હતો કે કેન્દ્રના પાંચ અને બંગાળના ૧૨ નિરીક્ષકો ઉપરાંત ત્રિપુરા કેડરના ચાર આઇએએસ અધિકારીઓને નિરીક્ષક તરીકે કેમ નિયુક્ત કરવામાં આવ્યા છે. પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેટલાક નિરીક્ષકો મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાંથી કામ કરી રહ્યા છે અને કોઈપણ કાનૂની સત્તા વિના ચૂંટણી પંચના પોર્ટલ પર નિયંત્રણ મેળવી લીધું છે. મુખ્યમંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે ડેટામાં છેડછાડ કરીને મોટી સંખ્યામાં લાયક મતદારોના નામ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સંવેદનશીલ કાર્ય માટે હજારો માઇક્રો-ઓબ્ઝર્વર્સને પૂરતી તાલીમ અને કુશળતા વિના તૈનાત કરવામાં આવ્યા છે.
અગાઉ, સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં ચાલી રહેલી જીંઇ પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આદેશ આપ્યો હતો કે તાર્કિક વિસંગતતા યાદીમાં સૂચિબદ્ધ મતદારોના નામ ગ્રામ પંચાયત ઇમારતો, તાલુકા કચેરીઓ અને શહેરી વોર્ડ કચેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવે. જેમના નામ આ યાદીમાં દેખાય છે તેમને તેમના દસ્તાવેજા સબમિટ કરવા માટે ૧૦ દિવસનો સમય આપવો જાઈએ. યાદીમાં વિસંગતતાનું સ્પષ્ટ કારણ પણ આપવું જાઈએ.