વૈશ્વિક બજોરના સંકેતો વચ્ચે સપ્તાહના બીજો ટ્રેડિંગ દિવસે શેરબજોરમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો. આજે લીલા નિશાન પર ખુલ્યા બાદ પણ આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર બંધ થયા છે. દિવસભરના ઉતાર-ચઢાવ બાદ શેરબજોર ફરી લપસ્યું છે. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૧૦૦.૪૨ પોઈન્ટ એટલે કે ૦.૧૯%ના ઘટાડા સાથે ૫૩,૧૩૪.૩૫ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૩૬.૪૫ પોઈન્ટ એટલે કે ૦.૨૩%ના ઘટાડા સાથે ૧૫,૭૯૮.૯૦ પોઈન્ટ પર બંધ થયો હતો.
આજના કારોબારમાં પાવર ગ્રીડના શેરમાં ૧.૫૪ ટકાનો વધારો થયો છે. આજનો ટોપ ગેનર સ્ટોક પાવર ગ્રીડ રહ્યો છે. આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના ટોપ-૩૦ શેરોમાં ૧૯ શેર લાલ નિશાનમાં બંધ થયા છે, જ્યારે ૧૧ શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજના ટ્રેડિંગમાં ઝડપી શેરોની યાદીમાં બજોજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલિવર, સન ફાર્મા, રિલાયન્સ, ટાટા સ્ટીલ, ડા રેડ્ડીઝ, અલ્ટ્રા કેમિકલ, બજોજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.