પોલીસના ઝોન-૬ દ્વારા ૧૬ જૂન, ૨૦૨૬ના રોજ વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા તેમજ અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને તપાસ કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત દારૂના કબજાના ૩ કેસ અને દારૂ પીવાના ૨ કેસ નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત, પોલીસ દ્વારા ૩૧ હિસ્ટ્રીશીટરો, ૪૫ હેઠળ નોંધાયેલા ઈસમો, ૩૪ લિસ્ટેડ બુટલેગરો, ૭ લિસ્ટેડ જુગારીઓ અને ૭ તડીપાર કરાયેલા ઈસમોની ચકાસણી કરવામાં આવી હતી.
કોÂમ્બંગ ઓપરેશન દરમિયાન કુલ ૨૩૬ વાહનોની તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૪ હજાર રૂપિયાનો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો.
જ્યારે મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ હેઠળ ૫ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. પોલીસે બીએનએસની કલમ ૧૭૦ અને ૧૨૬ હેઠળ ૨૦ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લીધા હતા. આ ઉપરાંત, ડ્રિંક એન્ડ ડ્રાઇવના ૨ કેસ પણ નોંધવામાં આવ્યા હતા.
ડીસીપી ઝોન-૬ ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આ કામગીરી દરમિયાન ૧૦૦થી વધુ પાનના ગલ્લાઓ તેમજ ૬૦થી વધુ મેડિકલ સ્ટોર્સની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દુકાનદારોને નિયમોનું પાલન કરવા અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તરત જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.
પોલીસના આ કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ ગુનાખોરી પર અંકુશ લાવવો, વોન્ટેડ અને શંકાસ્પદ તત્વો પર નજર રાખવી તેમજ શહેરમાં સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનાવવાનો હતો.






































