અમરેલી જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતાં ઈસમો સામે તંત્રએ લાલ આંખ કરી છે. દામનગરમાં પટેલ શેરીમાંથી પોલીસે બે શખ્સો પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૯૬ બોટલ જપ્ત કરી હતી. કેયુર મોદી અને વલ્લભભાઈ નારોલના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૯૬ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ, એક મોબાઇલ મળી કુલ ૪૧ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૧૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો. જિલ્લામાં દામનગર, જાફરાબાદ. ડુંગર ટી પોઈન્ટ, બગસરા, ચલાલા, મોટા મુંજીયાસર, અમરેલી, સાવરકુંડલા, લાઠી, ટીંબી ચેક પોસ્ટ સહિતિ વિવિધ જગ્યાએથી ૬૬ ઈસમો નશાયુક્ત હાલતમાં ફરતાં મળી આવ્યા હતા.