આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સાવરકુંડલા તાલુકાના હાડીડા, દાધીયા, વણોટ, ઘાંડલા, ચિખલી, ભમ્મર, દેતડ, કાનાતળાવ, હાથસણી ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષસ્થાને ચૂંટણી મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર સેવામાં સમર્પિત થઈ દુનિયામાં કેડી કંડારવાનું કામ કર્યુ છે. પ્રધાનમંત્રી મોદી ત્રીજી વાર દેશના સારથી બનવા જઈ રહ્યાં છે જેથી આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢી પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. આ બેઠકમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, સાવરકુંડલા તાલુકા ભાજપ અધ્યક્ષ જીવનલાલ વેકરીયા, જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ મોર, તાલુકા ભાજપ અગ્રણી લલીતભાઈ બાળધા, આહિર સમાજના આગેવાન દેવાયતભાઈ બલદાણીયા, રાઘવભાઈ સાવલિયા, મનુભાઈ ડાવરા, સરપંચ સહિતના આગેવાનો જોડાયા હતા.