અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે
જાગૃતિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ પ્રસરાવવાની કામગીરી શરુ છે. અમરેલી જિલ્લાના વિવિધ ગામ અને વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો શરુ છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા, ડાંગાવદર, ચાંચઈ, કોઠા પીપરીયા સહિતના ગામ અને જિલ્લાના શહેરી વિસ્તારોમાં “ચુનાવ પાઠશાલા” કાર્યક્રમ યોજાયો હતો. મતદાન વધુમાં વધુ થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.