રાજુલા પાસે ધાતરવડી બ્રિજ પર ગાબડું પડ્‌યું. ગાબડું પડતા સરકારી તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ગાબડાને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રોડ ફાટી જવો, રોડ પર ખાડા પડવા વિગેરે બાબતો હજુ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે ત્યારે ફરી એકવાર આ ઘટના લોકોની સામે આવતા, વિકાસ ક્યાં? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. જા કે બ્રીજ પર ગાબડું પડવાની ઘટના કે માર્ગ પર મસમોટા ખાડા પડવાની ઘટના હવે જાણે સામાન્ય બની જવા પામી છે. નબળા કામ અંગે અવાર-નવાર અખબારોમાં સમાચારો પ્રકાશિત થાય છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. બ્રીજ પર ગાબડું પડવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા અધિકારીઓ અને કોન્ટ્રાકટરો પણ સફાળા નિંદ્રામાંથી જાગી ગયા હતા. અને ગાબડુ પુરવા માટેની મથામણ શરૂ કરી હતી. જા કે પુલ પર મસમોટુ ગાબડુ પડતા તંત્ર દ્વારા તાત્કાલિક પુલને બંધ કરવામાં આવ્યો હતો. આમ, સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતથી સરકારી નાણાનો વ્યય થતો હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.