દામનગર સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત નવજ્યોત સ્કૂલ ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ (ટીંબી)ના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા કરાયેલા ઉષ્માભર્યા સ્વાગત અને હોસ્પિટલના ડોક્ટર્સ તથા સ્ટાફના સન્માન બદલ હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરાએ આભારપત્ર પાઠવ્યો છે. સાથે જ શાળા પરિવારને હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.