કોડીનાર તાલુકાના ડોળાસા ગામના સમસ્ત ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ આજે યોજાશે. કમલા ક્રિકેટ મેદાન પર યોજાનારા આ સમૂહ લગ્નોત્સવમાં ૧૩ નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે.
આ અનુસંધાને તા.૨૫/૪ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ ડોળાસા ગોંદરા ચોક કોમ્યુનિટી હોલ ખાતે લગ્ન લખવાની વિધિ કરવામાંઆવી હતી. જેમાં અનેક સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.