સ્પોટ્‌ર્સ અને કેજ્યુઅલવેર શુઝ માટે જાણીતી કંપની કેમ્પસ એક્ટિવવેર લિમિટેડ ૪.૭૯ કરોડ ઈક્વિટી શેરના જાહેર ભરણા માટે તા.૨૬ એપ્રિલના રોજ મૂડી બજારમાં આવશે. એટલે કે તા.ર૬ એપ્રિલે ઓફર માટે ખુલશે. જેમાં રૂપિયા પાંચની મૂળ કિંમતના શેરદીઠ રૂપિયા ૨૭૮થી રૂપિયા ૨૯૨ પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ શેર ખરીદવા માટે ઓછામાં ઓછા ૫૧ શેર અને તેના ગુણાંકમાં વધુ શેર માટે બિડ ભરી શકાશે. આ ઓફરમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો તથા અન્ય વિક્રેતા શેરધારકોના શેરનો પણ સમાવેશ થાય છે. આ ઓફરમાં લાયકાત ધરાવતાં કર્મચારીઓ માટે અનામત હિસ્સાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓફર ૨૮ એપ્રિલ સુધી ખુલ્લી રહેશે. એન્કર રોકાણકારો ૨૫ એપ્રિલે બિડ ભરી શકશે.