કડિયાળી ગામે એક ચોર ઘરવપરાશના વાસણો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સુરતના પુણા ગામમાં રહેતા અને મૂળ કડિયાળી ગામના દિનેશભાઈ કાનાભાઈ ધાખડા (ઉં.વ. ૨૪)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, એક અજાણ્યા ચોર ઈસમે તેમના રહેણાંક મકાનની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમના દરવાજાનો નકુચો તોડી, રૂમમાં રાખેલા ઘરવપરાશના વાસણો મળીને કુલ રૂ. ૪૨,૪૦૦ ની કિંમતની માલમત્તાની ચોરી કરી લીધી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી. જીંજાળા આ બાબતે વધુ તપાસ કરી રહ્યા છે.