વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રમોશન આૅફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ ૩૦ જૂને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઈઝ આૅફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં આંધ્રપ્રદેશ ફરી એકવાર ટોચ પર આવી ગયું છે. આ યાદીમાં ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજોબ, તેલંગાણા અને તમિલનાડુ ટોપ ૭માં સામેલ છે. નોંધનીય છે કે આ રેન્કિંગ વર્ષ ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૯ માટે જોહેર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના રેન્કિંગમાં ગુજરાત વધુ એક વાર અવ્વલ આવ્યું છે. કેન્દ્રિય નાણા મંત્રાલયે આંકડા જોહેર કર્યા છે, જેમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત બીજો નંબરે આવ્યું છે. રાજ્યો વચ્ચે સ્પર્ધા વધે તે માટે કેન્દ્ર સરકારે મ્ઇછઁ ૨૦૨૦ યોજના હેઠળ રેન્કિંગ કર્યું હતું. ટોપ અચીવર્સ ૭ રાજ્યોમાં ગુજરાત બીજો નંબરે આવતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. છેલ્લી વખત સપ્ટેમ્બર ૨૦૨૦માં રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે પણ આંધ્રપ્રદેશ ડૂડંગ વેપારના મામલે પ્રથમ ક્રમે હતું. તે પછી ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ઝારખંડનો નંબર આવે છે.
તેનો ઉદ્દેશ રાજ્યો વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો માટે એકંદર બિઝનેસ વાતાવરણમાં સુધારો કરવાનો છે, જેથી રોકાણકારોને આકર્ષી શકાય. જે પરિમાણો પર રેન્કિંગ આધારિત છે તેમાં બાંધકામ પરવાનગી, મજૂર નિયમન, પર્યાવરણીય નોંધણી, માહિતીની ઍક્સેસ, જમીનની ઉપલબ્ધતા અને સિંગલ વિન્ડો સિસ્ટમનો સમાવેશ થાય છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લા ૮ વર્ષમાં સરકારે જૂના કાયદાઓને દૂર કરવા જેવા ઘણા સુધારાના પગલાં લાગુ કર્યા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં વ્યવસાયને સરળ બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. તેમણે ટ્‌વીટ કર્યું કે ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ના સિદ્ધાંતથી પ્રેરિત થઈને સરકારે ઘણા પગલાં લીધા છે, જેના કારણે વેપાર કરવાની સરળતા થઈ છે.