સવારે લાલ નિશાન સાથે ખુલ્યા બાદ આજે આખો દિવસ બજારમાં ઉતાર ચડાવ જાવા મળ્યો. કડાકા સાથે ખુલ્યા બાદ બજારમાં સારી રિકવરી જાવા મળી જે લગભગ આખો દિવસ રહી. છેલ્લે બજાર બંધ થયા ત્યારે લીલા નિશાન સાથે સેન્સેક્સ-નિફ્ટી બંધ થયા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૮૬.૮૦ પોઈન્ટના વધારા સાથે ૧૭૫૭૭.૫૦ના સ્તરે બંધ થયો જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૨૫૭.૪૩ પોઈન્ટના વધારા સાથે ૫૯૦૩૧.૩૦ના સ્તરે બંધ થયો.
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં, આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, ટાટા સ્ટીલના શેર જાવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, એસબીઆઈના શેર રહ્યા.
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ટીસીએસ, ઈન્ફોસિસ,એચયુએલ, એચસીએલ ટેકના શેર જાવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ટીસીએસ, ઈન્ફોસિસ, એચયુએલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેરમાં કડાકો જાવા મળ્યો.
ગઈ કાલે મસમોટા કડાકા સાથે બંધ થયેલું બજાર આજે પણ લાલ નિશાન સાથે જ ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૩૬૧.૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૪૧૨.૦૧પોઈન્ટના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૧૧૪.૭૦ અંકના ઘટાડા સાથે ૧૭૩૭૬ ના સ્તરે ખુલ્યો. અમેરિકી બજારમાં સતત દબાણના પગલે અને વેચવાલીની અસર આજે સવારે ભારતીય શેરબજાર પર જાવા મળી હતી. ભારતીય શેર બજાર આજે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં લાલ નિશાન સાથે ખુલ્યા. પ્રી ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના ૩૦માંથી ૨૯ શેર લાલ નિશાન સાથે કારોબર કરતા જાવા મળ્યા. સૌથી વધુ કડાકો ઈન્ફોસિસના શેરમાં જાવા મળ્યો.