અમરેલીમાં જગાભાઇ વેલશીભાઇ પરમારના ઘર પાછળ ખુલ્લી જગ્યામાંથી પોલીસે ચાર જુગારીને રંગેહાથ ઝડપી લીધા હતા.તેમની પાસેથી રોકડા ૪૧૨૦ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રવિણભાઇ છગનભાઇ પરમાર, રાજેશભાઇ વિભુભાઇ પરમાર, મુકેશભાઇ વલ્લભભાઇ વાઘેલા તથા સુરેશભાઇ કનુભાઇ વાઘેલા જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૪૧૨૦ સાથે ઝડપાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી.મારુ વધુ તપાસ કરી રહ્યા છે.