અમરેલી જિલ્લામાં પોલીસ લોકસભા ચૂંટણીને લઈ સઘન ચેકિંગ કરી રહી છે. આ દરમિયાન ખાંભા રાજધાની ટી પોઈન્ટ પાસેથી ફોર વ્હીલમાં થતી દારૂની ખેપ ઝડપાઈ હતી. ધારીમાં રહેતા મુનાવરખાન ચંગીઝખાન દુરાની (ઉ.વ.૨૭) તથા દલખાણીયા ગામે રહેતા સબીરભાઈ અમાનભાઈ નાયા (ઉ.વ.૪૦) ખાંભા રાજધાની ટી પોઈન્ટ પાસેથી ફોર વ્હીલ લઈને પસાર થતા હતા ત્યારે તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૯ બોટલ મળી આવી હતી. પોલીસે કાર સહિત રૂ.૩,૦૧,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય જિલ્લામાં ૨૪ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ ઝડપાયો હતો અને છ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.