સાવરકુંડલામાં છોકરાઓને ઘર પાસે રમવાની ના પાડતાં બબાલ થઈ હતી. પૃથ્વીસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.૩૨)એ કિરીટસિંહ ભુપતસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મોટાભાઇના છોકરાઓ આરોપીના ઘર પાસે અવારનવાર રમવા જતા હતા. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. તેમણે ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.