શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ગરીબી અને બીમારી કોઈના માટે કમાણીનું સાધન બની શકે છે? ભીલવાડા પોલીસે એક આવી જ ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે માણસની લાશ પર નોટો છાપવાના કાળા ધંધા શરુ કર્યા હતા. ગુજરાતના એક બીમાર શખ્સને સારવારના બહાને રાજસ્થાન લાવ્યા, તેને દારૂનો બંધાણી બનાવ્યો અને પછી જ્યારે તેનું મોત થયું તો તેને દુર્ઘટના બતાવવા માટે લાશ સાથે બર્બરતા આચરી, આ ઘટનાએ તો પોલીસના પણ હોશ ઉડાવી દીધા. આ કહાની ખાલી એક હત્યાની નથી, પણ એક સુનિયોજિત ઇન્શ્યોરન્સ મર્ડર સિન્ડીકેટની છે.
ભીલવાડાના એસપી ધર્મેન્દ્ર સિંહના નેતૃત્વમાં પોલીસે જે મામલાનો ખુલાસો કર્યો, તેની પરત સાત મેની રાતથી ખુલવાની શરુ થઈ ગઈ. અમદાવાદના રહેવાસી ૩૬ વર્ષિય દીપક ભાઈ લાંબા સમયથી બીમાર હતા અને ગરીબીના કારણે લાચાર હતા. તેને શું ખબર હતી કે તેની આ લાચારી વિશ્વાસ સૂરજ સૈમુઅલ, ભીખા ભાઈ અને ડાલૂ ગાડરી જેવા ગિદ્ધ માટે સોનેરી મોકો બની જશે.
આરોપીઓએ દીપકને દારૂનો એટલો બંધાણી બનાવી દીધો કે તેને સાચા-ખોટાની ભાન ન રહી. તેને સારવારના નામ પર ભીલવાડાના માલોલા ગામના એક ભાડાના મકાનમાં લઈ ગયા. કાવતરાં અંતર્ગત દીપકનું મોત થયું અથવા તેને મારી નાખ્યો. પણ ગેંગને ડર હતો કે જા સામાન્ય મોત થયું તો વીમાનો ક્લેમ મળશે નહીં.
વીમા ક્લેમ એક્સિડેન્ટલ હોય, તેના માટે આરોપીઓએ હેવાનિયતની હદ પાર કરી દીધી. દીપકના મોત બાદ તેના હાથની આંગળીઓ અને પગના અંગૂઠાને માચીસથી સળગાવી દીધા. ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો. પોલીસ અને ડોક્ટરને એ વિશ્વાસ અપાવવાનો કે તેનું મોત કરંટ લાગવાથી થયું છે.
જ્યારે આરોપી દીપકની લાશ લઈ માંડલ હોસ્પિટલે પહોંચ્યા, તો તેમને લાગ્યું કે તે સિસ્ટમને પણ અંધારામાં રાખી શકશે. પણ ત્યાં હાજર સિનિયર મેડિકલ ઓફિસર ડો. રોહિત સેહરાવતની નજરે ખેલ બગાડી નાખ્યો. ડોક્ટરને શરીર પર સળગવાના નિશાન કરંટ જેવા લાગ્યા નહીં. સૌથી મહત્વનો સુરાગ ત્યારે મળ્યો જ્યારે ડોક્ટરે મૃતકની છાતી પર ઈઝ્રય્ ઇલેક્ટ્રોડના નિશાન જાયા. જે એ બતાવી રહ્યા હતા કે હોસ્પિટલ લાવતા પહેલા કોઈ ખેલ થયો હતો.
ડોક્ટરે તરત પોલીસને એલર્ટ કરી. પોલીસ આવતી હોવાની જાણ થતાં આરોપીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા. જા કે એસપી ધર્મેન્દ્ર સિંહની ટીમે ટેકનિકલી તપાસ અને જાળ પાથરીને ગંગરાર ટોલ નાકા પર ઘેરાબંધી કરી ત્રણેય મુખ્ય આરોપીઓને દબોચી લીધા.
દીપકની માતા ચંપાબેન અને તેના માસૂમ દીકરા દેવાંશ માટે આ કોઈ કયામતથી કમ નહોતું. જે શખ્સને તેઓ સારી સારવાર માટે રાજસ્થાન મોકલી રહ્યા હતા. તે થોડા રૂપિયાની લાલચમાં એક ગેંગનો શિકાર થઈ ગયો. પોલીસ હવે એ ખંગાળી રહી છે કે ગુજરાત અને રાજસ્થાનના આ નેટવર્કે અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા છે.








































