એશિયા કપ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. ૨૦૨૫ એશિયા કપનો ખિતાબ જીતવા છતાં, ટીમ ઇન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી. બીસીસીઆઈએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ને ઘણી વખત ઇમેઇલ કર્યો છે, પરંતુ પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ ટ્રોફી રજૂ કરવાની તસ્દી લીધી નથી. પીસીબીના અધ્યક્ષ હોવા ઉપરાંત, મોહસીન નકવી એસીસીના અધ્યક્ષ પણ છે. દરમિયાન, મોહસીન નકવી અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.ખરેખર, મોહસીન નકવી આઈસીસીની બેઠકમાં ગેરહાજર રહે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે સ્થાનિક રાજકીય મુદ્દાઓને કારણે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી દુબઈમાં આઈસીસી એકઝીક્ઝક્યુટિવ બોર્ડની બેઠકમાં હાજરી આપી શકશે નહીં, જ્યાં બીસીસીઆઈ ભારતને એશિયા કપ ટ્રોફી ન આપવાનો મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે. ચાર દિવસીય બેઠક ૪ નવેમ્બરથી શરૂ થઈ હતી, અને નકવીને બીસીસીઆઈના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે કારણ કે વિજેતા ખેલાડીઓએ તેમના ભારત વિરોધી નિવેદનોને કારણે તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.પીસીબીના સૂત્રોએ ચોક્કસ રાજકીય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો નથી જે તેમને બેઠકમાં હાજરી આપતા અટકાવી શકે છે. નકવી પોતાના દેશમાં ગૃહમંત્રીનું પદ પણ ધરાવે છે અને ગયા વર્ષે જય શાહ વિશ્વ ગવ‹નગ બોડીના ચેરમેન તરીકે ચૂંટાયા ત્યારથી તેઓની કોઈપણ બેઠકમાં હાજરી આપી નથી.પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે બોર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુમેર સૈયદ ચીફ એકઝીક્ઝક્યુટિવ્સની બેઠકમાં હાજરી આપશે, અને જા નકવી દુબઈ જઈ શકે નહીં, તો તેઓ ૭ નવેમ્બરના રોજ યોજાનારી મહત્વપૂર્ણ બોર્ડ બેઠકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી શકે છે. સપ્ટેમ્બરના અંતમાં ફાઇનલ યોજાવા છતાં એશિયા કપ ટ્રોફી દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના મુખ્યાલયમાં બંધ છે. સૂત્રએ જણાવ્યું હતું કે એવી પણ શક્યતા છે કે નકવી બોર્ડ મીટિંગમાં વર્ચ્યુઅલી હાજરી આપશે.નોંધનીય છે કે એશિયા કપ જીત્યા પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની મંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મેદાન પર ઘણા કલાકો સુધી ગરમાગરમ ચર્ચા ચાલી હતી, ત્યારબાદ ટ્રોફી દુબઈમાં એસીસી સચિવાલયમાં મોકલવામાં આવી હતી. ત્યારથી, નકવી આગ્રહ કરી રહ્યા છે કે ભારતીય ટીમે તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવી જાઈએ અને એસીસી સ્ટાફને આદેશ આપ્યો છે કે તેમની પરવાનગી વિના તેને બીજે ક્્યાંય ન લઈ જાય.બીસીસીઆઈએ એસીસીને પત્ર લખીને ટ્રોફી મુંબઈ મોકલવા કહ્યું હતું, પરંતુ નકવી એ વાત પર અડગ છે કે ફક્ત તેઓ જ ૧૦ નવેમ્બરે દુબઈમાં એક કાર્યક્રમમાં બીસીસીઆઈના પ્રતિનિધિ અને ભારતીય ટીમના સભ્યને ટ્રોફી સોંપશે.










































