કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના વતની અને ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી દેશની સરહદોની સુરક્ષાની ફરજ નિભાવી વતન પરત ફરેલા જવાન હસમુખભાઈ જીવાભાઈ વાઢેળના સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિતિયાજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.