બાબરાના કોટડાપીઠા ગામે “તું દાદાનો દીકરો થઈ ગયો છે” તેમ કહીને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ઘટના બની છે. આ અંગે વનરાજભાઈ વલકુભાઈ બોરીચાએ સત્યજીતભાઈ મહેન્દ્રભાઈ વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ તેમને ‘તું દાદાનો દીકરો થઈ ગયો છે અને ગામમાં મારી ભડવાઈ કેમ કરે છે?’ તેમ કહીને ગાળો આપી હતી, તેમજ શરીરે ઢીકાપાટુ વડે આડેધડ માર માર્યો હતો. હાલ બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જયદેવસિંહ ચંદુભાઈ સોલંકી આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.



































