સાવરકુંડલામાં એક વેપારીને લોખંડના વજનિયા વડે મૂંઢ ઇજા પહોંચાડી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે આસિફભાઈ હબીબભાઈ હિંગોરા (ઉ.વ.૫૪)એ સુફિયાનભાઈ આરીફભાઈ મામદાણી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ફરિયાદીએ આરોપીના પિતા સાથે મળીને સમાજનો જમણવાર રાખ્યો હતો. જેમાં આસિફભાઈ સ્વૈચ્છિક મદદ કરવા માગતા હોવાથી આ અંગે આરોપીના પિતા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ સમયે આરોપી ત્યાં ઊભો હતો, જેથી તેને આ બાબત સારી નહીં લાગતાં તેણે ગાળો આપી ઢીંકાપાટુ માર્યા હતા અને લોખંડના વજનિયા વડે શરીરે મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી.આ ઉપરાંત, આરોપીએ છરી વડે હુમલો કરી ડાબા હાથના અંગૂઠા અને આંગળી વચ્ચે લોહી કાઢી ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઘટના અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































