કોંગ્રેસ પર લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો અને દેશમાં મૂંઝવણ ફેલાવવાનો આરોપ લગાવ્યો
ભાજપ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા, આરોપ લગાવ્યો કે દેશમાં સૌથી લાંબા સમયથી સત્તામાં રહેલી પાર્ટી હવે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કરવું જાઈએ કે તે ખરેખર શું કરવા માંગે છે. એક તરફ, તે સંસદની કાર્યવાહીને અવરોધે છે, જ્યારે બીજી તરફ, તે રસ્તાઓ પર ચર્ચાની માંગ કરે છે.
કાંગડામાં મીડિયા સાથે વાત કરતા, અનુરાગ ઠાકુરે કહ્યું કે લોકસભા લોકશાહીનું મંદિર છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી સતત તેમાં ખલેલ પહોંચાડી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતૃત્વ વારંવાર ચૂંટણીમાં મળેલી હારથી પરેશાન છે અને જનતા દ્વારા વારંવાર નકારવાને કારણે રાજકીય રીતે અસ્વસ્થ છે.૨૦૨૪ની લોકસભા ચૂંટણી વિશે રાહુલ ગાંધીના પ્રશ્નોના જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે જા તેઓ માને છે કે ચૂંટણીઓમાં ગોટાળા થયા છે, તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જાઈએ. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની આસપાસના લોકો તેમને સમજાવી રહ્યા છે કે જ્યાં સુધી દેશનું બંધારણ, લોકશાહી પ્રક્રિયાઓ અને બંધારણીય સંસ્થાઓ મજબૂત છે ત્યાં સુધી તેમના માટે વડા પ્રધાન બનવું અશક્્ય છે. ઠાકુરે આરોપ લગાવ્યો કે, આ જ વિચારધારા હેઠળ, દેશમાં અરાજકતા ફેલાવવા, જૂઠાણા ફેલાવવા અને બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભાજપ સાંસદે કોંગ્રેસ પર ચીન પાસેથી ભંડોળ સ્વીકારવાનો અને ભારતના લોકશાહીને નબળી બનાવવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે દેશની લોકશાહી વ્યવસ્થા અને બંધારણીય સંસ્થાઓને નબળી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે માંગ કરી કે કોંગ્રેસ આ મુદ્દાઓ પર રાષ્ટÙ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરે.
પંજાબમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ઇન્સાફ રેલીનો ઉલ્લેખ કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પંજાબ અને દેશભરમાં શીખ સમુદાયની માફી માંગવી જાઈએ. નવેમ્બર ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશ તે ઘટનાઓને ભૂલી શક્યો નથી. ઠાકુરે આરોપ લગાવ્યો કે તે દરમિયાન શીખોના વાળ કાપવામાં આવ્યા હતા, તેમના ગળા કાપવામાં આવ્યા હતા અને મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કાર કરવામાં આવ્યા હતા. તેમણે આ ઘટનાઓ માટે કોંગ્રેસના નેતાઓને જવાબદાર ઠેરવ્યા અને કોંગ્રેસના નેતૃત્વ પાસેથી જવાબ માંગ્યા. ઠાકુરે કહ્યું કે જા કોંગ્રેસના નેતાઓ તેમના પક્ષ અને તેના નેતૃત્વની ભૂમિકાને ખોટી માને છે, તો તેમણે પંજાબ જઈને શીખ સમુદાયની માફી માંગવી જાઈએ.
અનુરાગ ઠાકુરની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસ ૪ નવેમ્બરે પંજાબના સંગરુરમાં ઇન્સાફ રેલીનું આયોજન કરી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રેલીમાં હાજરી આપવાના છે. કોંગ્રેસે આ રેલીને પંજાબના અધિકારો, ન્યાય અને લોકશાહી મૂલ્યો સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા માટે એક મંચ તરીકે વર્ણવી છે. દરમિયાન, ભાજપના નેતા અનુરાગ ઠાકુરે, આ જ ઘટનાના સંદર્ભમાં, કોંગ્રેસના ભૂતકાળના રાજકીય રેકોર્ડ અને ૧૯૮૪ ની ઘટનાઓ અંગે પાર્ટી નેતૃત્વ પાસેથી જવાબોની માંગ કરી છે.