જેડીયુ નેતા લલ્લન સિંહે મોકામાના ધારાસભ્ય અનંત સિંહ સાથે મુલાકાત કરી છે. લલ્લન સિંહને અનંત સિંહ અને જેડીયુના સત્તાવાર ઉમેદવાર નીરજ કુમાર વચ્ચેના વિવાદને ઉકેલવા માટે પાર્ટી દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગયા અઠવાડિયે પટના ગ્રેજ્યુએટ મતવિસ્તારમાંથી નીરજ કુમાર સામે ચૂંટણી લડી રહેલા જન સૂરજ પાર્ટીના ઉમેદવાર અનુજ સિંહના નામાંકન દરમિયાન અનંત સિંહ હાજર હતા અને તેમણે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. લલ્લન સિંહે ત્નડ્ઢેં નેતાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે આ બેઠકનું આયોજન કર્યું હતું.
અનંત સિંહ સાથે વાત કર્યા પછી, લલ્લન સિંહે કહ્યું કે જા કોઈ કાર્યવાહી થાય છે, તો પ્રતિક્રિયા થશે; એક હાથે તાળી પાડી શકાતી નથી. તેમણે ઉમેર્યું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન અનંત સિંહનો વિરોધ થયો હતો, પરંતુ તે સમયે પાર્ટી તેને ઉકેલવામાં નિષ્ફળ રહી. પાર્ટી નેતૃત્વએ ભૂલ કરી. લલ્લન સિંહે જણાવ્યું હતું કે અનંત સિંહે તેમને કહ્યું હતું કે તેઓ તેમનો વિરોધ કરનારા કોઈપણ માટે મત માંગશે નહીં. લલ્લન સિંહે તેમને કોઈ જાહેર નિવેદન ન આપવા કહ્યું હતું, જેના પર અનંત સિંહ સંમત થયા હતા.
નોંધનીય છે કે ગયા ગુરુવારે બિહાર વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે અનંત કુમાર સિંહ જન સૂરજ પાર્ટીના ઉમેદવાર અનુજ સિંહ સાથે હાજર હતા. આ દરમિયાન અનંત સિંહના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા. અનંત સિંહના આ બળવાખોર વલણથી જયદુમાં ખળભળાટ મચી ગયો. જાકે, જદયુએ લલ્લન સિંહને વિવાદ ઉકેલવાની જવાબદારી સોંપી હતી, ત્યારબાદ તેમણે આજે અનંત સિંહ સાથે આ બેઠક યોજી હતી.
અનંત સિંહે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પટના ગ્રેજ્યુએટ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટણી લડી રહેલા જદયુ ઉમેદવાર નીરજ કુમારને હરાવવા માંગે છે. તેમણે જન સૂરજ પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં રેલી પણ કાઢી હતી. પડકારજનક વલણ અપનાવતા અનંત સિંહે કહ્યું, “મને ખબર નથી કે આ બાબતે પાર્ટીનું વલણ શું છે. સત્ય એ છે કે તેમણે (નીરજ કુમાર) ઘણી વખત મારો વિરોધ કર્યો છે. મારે તેમને એ જ ભાષામાં જવાબ આપવો પડશે.”હકીકતમાં, નીરજ કુમાર પ્રત્યે અનંત સિંહનો રોષ ૨૦૧૫ ની વિધાનસભા ચૂંટણીથી છે. તે સમયે, અનંત સિંહે જદયુ સાથે સંબંધો તોડી નાખ્યા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જદયુએ ત્યારે આ વિધાનસભા બેઠક પરથી નીરજ કુમારને ઉમેદવાર બનાવ્યા હતા. જાકે, અનંત સિંહે મોટા માર્જિનથી બેઠક જાળવી રાખી.





































