નારોલ ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ બિઝનેસ પાર્ક નજીકથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કારમાંથી ગેરકાયદે કોડીન ફોસ્ફેટ યુક્ત નશાકારક કફ સિરપની ૧૭૯૮ પકડી છે. પોલીસે આ સિરપનો જથ્થો લઇ જનાર દાણીલીમડાના બે આરોપીઓની ધરપકડ કરી રૂ. ૨૧.૧૫ લાખની કફ સિરપ જપ્ત કરી છે. આ નશાકારક જથ્થો જુહાપુરાના વ્યક્તિએ હોવાનું સામે આપતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ભૌગોલિક નકશા તપાસો
નારોલ પોલીસે બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરની એક કાળા કલરની કારમાં નશાયુક્ત કફ સિરપનો જથ્થો ભરીને નારોલ ચાર રસ્તા સર્વિસ રોડ પર કોટક મહિન્દ્રા બેંકવાળી ગલીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે સ્કોર્પિયો કારને કોર્ડન કરી તપાસ કરતા અંદર બેઠેલા નવાઝહુસેન મુકદસહુસેન શેખ (ઉં.વ. ૨૩, રહે. ઇંડાવાળી ગલી, બેરલ માર્કેટ, દાણીલીમડા) અને સરવરખાન બિસ્મીલ્લાહખાન પઠાણ (ઉં.વ. ૨૬, રહે. અલ્લાહનગર, દાણીલીમડા) મળી આવ્યા હતા.
કારની વચ્ચેની સીટમાંથી ચાંગોદર સી એનઇઇ આશાપુરા મેડિકલ સ્ટોર મા‹કગવાળા ૧૮ પૂંઠાના બોક્સ મળ્યા હતા. બોક્સ ખોલતાં તેમાંથી ૧૦૦ મિલીની કેડિફોસ-ટી ‘ બ્રાન્ડની ૧૭૯૮ સીલબંધ બોટલો મળી આવી હતી. આરોપીઓ પાસે આ જથ્થો રાખવા અંગેનું કોઈ કાયદેસર લાયસન્સ નહોતું. પ્રાથમિક તપાસમાં આ પ્રવાહીમાં એનડીપીએસ એક્ટ હેઠળ આવતું પ્રતિબંધિત ‘કોડીન ફોસ્ફેટ’ હોવાની પુષ્ટિ થઈ હતી.
ઝડપાયેલા નવાઝહુસેન શેખની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ કફ સિરપનો જથ્થો તેના મિત્ર મોઇન સૈયદ (રહે. જુહાપુરા, અમદાવાદ) પાસેથી પોર્ટર મારફતે મંગાવ્યો હતો અને તેઓ તેનો છૂટકમાં વેપાર કરતા હતા. કાર તે તેના મિત્ર મુસીબ પાસેથી ફરવા જવાના બહાને લાવ્યો હતો. આ મામલે નારોલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કારમાંથી જપ્ત કરાયેલા પૂંઠાના બોક્સ પર ટ્રાન્સપોર્ટની પેકિંગ Âસ્લપ લાગેલી હતી, જેના પર ચાંગોદર સી એનઇઇ આશાપુરા મેડિકલ સ્ટોર લખેલું હતું. આરોપીઓએ મેડિકલ એજન્સીના બોગસ કે સાચા નામે આ નશાકારક દવાઓ ટ્રાન્સપોર્ટ મારફતે ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદ મંગાવી હોવાની શક્યતાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે








































