રાજકોટ જિલ્લાના પાડાસણ ગામે બિરાજમાન બરાળીયા (આહિર) પરિવારના સુરાપુરા દાદા શ્રી દાનાઆપા અને સતીઆઈ માતાજીના પાવન સાનિધ્યમાં સતત દસમો વાર્ષિક યજ્ઞ તા. ૨૪ સપ્ટેમ્બર, ગુરુવારે ભવ્ય રીતે યોજાશે. પ્રસંગના આગલા દિવસે તા. ૨૩ સપ્ટેમ્બરે રાત્રે ૮ઃ૩૦ કલાકે દાંડિયારાસનું આયોજન કરાયું છે. જેમાં પ્રવીણભાઈ આહિર લોકસાહિત્ય રજૂ કરશે. તા. ૨૪ સપ્ટેમ્બરે રાજકોટના શાસ્ત્રી નીતિનભાઈ જોષીના આચાર્યપદ હેઠળ યજ્ઞની ધાર્મિક વિધિ સંપન્ન થશે. પ્રસંગે સંતો-મહંતો તથા આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. બરાળીયા પરિવારના નવા સરકારી કર્મચારીઓનું વિશેષ સન્માન કરાશે. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં સમાજબંધુઓ અને શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેવા આયોજકોએ હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.