સાવરકુંડલાના યુવક સાથે રૂ. ૧.૫૫ લાખનો વિશ્વાસઘાત થયો હતો. આ અંગે નાસીરભાઇ અબ્દુલભાઇ બાવનકા (ઉ.વ.૩૩)એ ગારીયાધાર તાલુકાના મોરબા ગામના અશોકભાઇ ધનજીભાઇ કંટારીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની દુકાન,સંડાસ- બાથરૂમ તથા ડેલો બનાવવા માટે તેમણે બાનાપેટેના રૂ.૧,૦૦,૦૦૦ નોટરી રૂબરૂ આપ્યા હતા. તેમજ તેની દીવાલ તથા પાણીનો ટાંકો તોડી તેનો સામાન રૂ.૫૫,૦૦૦ માં વેચી નાખ્યો હતો. આમ કુલ રૂ.૧,૫૫,૦૦૦ રૂ. સાથે વિશ્વાસમાં લઇ કામ નહી કરી આપીને રૂપિયા પરત ન કરીને વિશ્વાસઘાત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે જે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.