ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદે ૨૦૨૬ ની યુએસ મધ્યવર્તી ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે મિશિગનથી સેનેટ ચૂંટણીમાં રિપબ્લકન ઉમેદવાર માઈક રોજર્સને હરાવ્યા. આ જીત સાથે, અલ-સૈયદ યુએસ સેનેટમાં પહોંચનારા પ્રથમ મુÂસ્લમ બન્યા. આ ચૂંટણીના પરિણામ પર માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નજીકથી નજર રાખવામાં આવી હતી. યુએસ સેનેટમાં ડેમોક્રેટિક અને રિપબ્લકન પક્ષો વચ્ચે બહુમતી નિયંત્રણ માટેની લડાઈમાં મિશિગનની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી.
અલ-સૈયદે મિશિગન યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રોડ્‌સ સ્કોલર તરીકે ડોક્ટરેટની પદવી મેળવી હતી. અલ-સૈયદે સારાહ ઝકાકુ સાથે લગ્ન કર્યા છે, જેમના માતાપિતા ભારતીય મૂળના છે. અલ-સૈયદ પોતાને “મૂડીવાદી” તરીકે વર્ણવે છે. તેમનું અભિયાન મુખ્યત્વે જીવનનિર્વાહના ખર્ચ અને અન્ય મુદ્દાઓ પર કેન્દ્રિત હતું. તેમના અભિયાનનો પ્રભાવ ગયા વર્ષે ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મામદાનીના ચૂંટણી પ્રચારથી પણ પડ્યો હતો.
તેમણે મેડિકેર ફોર ઓલ પર ભાર મૂક્્યો હતો કે બધા નાગરિકોને આરોગ્યસંભાળ પૂરી પાડવામાં આવે, ઇઝરાયલને લશ્કરી સહાય બંધ કરવામાં આવે અને ચૂંટણી ભંડોળમાં સુધારો કરવામાં આવે. ૨૦૧૮ માં મિશિગનના ગવર્નર માટે ગ્રેચેન Âવ્હટમર સામે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં ૨૦ ટકાથી વધુ મતોથી હાર્યા પછી, અબ્દુલ અલ-સૈયદ રાજકીય ક્ષેત્રમાં પાછા ફર્યા. તેમની હાર બાદ, તેઓ થોડા સમય માટે સક્રિય રાજકારણથી દૂર થઈ ગયા. આ સમય દરમિયાન, તેમણે પોતાનું પોડકાસ્ટ શરૂ કર્યું, એક પુસ્તક લખ્યું અને ર્રૂે્‌ેહ્વી અને ટેલિવિઝન પર નિયમિત બન્યા.
ચૂંટણી પરિણામો વચ્ચે, અબ્દુલ અલ-સૈયદે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહ્યું, “તમે જે ઉદારતા, ખુલ્લા મન, લડાઈની ભાવના અને પ્રામાણિકતા બતાવી છે તે જ ઉદારતા, ખુલ્લા મન, લડાઈની ભાવના અને પ્રામાણિકતા સાથે હું તમારી સેવા કરવા આતુર છું. તમે મારા જીવનના સૌથી મુશ્કેલ ક્ષણોમાં મને ધીરજ, હિંમત અને શÂક્ત આપી. તે જ સમયે, તમે મારા શ્રેષ્ઠ ક્ષણોમાં મને આશા અને પ્રેરણા આપી. હું આશા રાખું છું કે હું આ બધા ગુણોને મારી સાથે વોશિંગ્ટન લઈ જઈશ અને તમારી સેવા કરવા માટે મારી જાતને સમર્પિત કરીશ.”
અલ-સૈયદે આગળ કહ્યું, “છેલ્લા એક મહિનામાં આ ચૂંટણીનું મહત્વ અને દાવ સ્પષ્ટ થઈ ગયો છે. આપણું આ સુંદર જન આંદોલન છેલ્લા દોઢ વર્ષમાં બનાવવામાં આવ્યું છે. અમે મિશિગનના સૌથી મોટા શહેરોથી લઈને તેના નાના શહેરો સુધી પ્રચાર કર્યો. અમે એક એવા મિશિગન વિશે વાત કરી જે તેજસ્વી, વધુ સમાવિષ્ટ અને આશાથી ભરેલું છે. તેનાથી વિપરીત, તેમનું અભિયાન કોર્પોરેટ ગૃહો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું બનાવટી અભિયાન છે અને તેનો હેતુ લોકોને ગેરમાર્ગે દોરવાનો અને તેમને વાસ્તવિક મુદ્દાઓથી વિચલિત કરવાનો છે.”