ગીર ગઢડાના ખિલવાડ ગામે રહેતા પરસોત્તમભાઈ બાલધાના ઘરના કમ્પાઉન્ડમાં છેલ્લા ત્રણેક દિવસથી શિકારની શોધમાં એક દીપડો આંટાફેરા કરતો હતો. આ દીપડાએ બે દિવસ પૂર્વે એક વાછરડાનું મારણ પણ કર્યું હતું, વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે શિકારની લાલચે દીપડો પાંજરામાં કેદ થઈ જતાં ભયભીત ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.








































