ઉના નજીક તપોવન આશ્રમ પાસે મછુન્દ્રી નદી નજીકના રહેણાંક વિસ્તારમાં આજે સવારે બે દીપડા જોવા મળ્યા હતા. ઉનાથી લગભગ ૬ કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં એક કૂવાની પાળી પર બે દીપડા મસ્તી કરતા નજરે પડ્‌યા હતા. સ્થાનિક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉના પંથક જંગલ વિસ્તારની નજીક હોવાથી સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનો માનવ વસાહતોમાં વસવાટ કાયમી બની ગયો છે.