અમરેલીમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં વસતા સમસ્ત કોળી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે ૭૬મો વેવિશાળ પરિચય સમારંભ આગામી તા. ૧૦-૦૫-૨૦૨૬ ને રવિવારે બપોરે ૧ઃ૦૦ કલાકે આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ કેરીયા રોડ બાયપાસ પાસે આવેલા બાળહનુમાન મંદિર, કૈલાસ મુક્તિધામની સામે યોજાશે. આ પ્રસંગે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા જૂનાગઢ ભવનાથ તળેટીના પ્રમુખ ભુપતભાઈ એમ. ડાભી ખાસ ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં ઉચ્ચ શિક્ષિત, નોકરીયાત કે ધંધાર્થી યુવકો ફોર્મ ભરી શકશે, જ્યારે યુવતીઓ માટે શૈક્ષણિક લાયકાતની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. અગાઉના કાર્યક્રમોમાં ભાગ લેનાર ૧૦૭૯ ઉમેદવારો આમાં વિનામૂલ્યે જોડાઈ શકશે. નવા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫-૫-૨૦૨૬ છે. વધુ વિગતો માટે આયોજક રમેશભાઈ ગોહિલ અથવા પરશોતમભાઈ મકવાણાનો સંપર્ક સાધવા જણાવાયું છે.











































