ધારી નજીક આવેલા ભટ્ટ વાવડી ગામે માં બગલામુખીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન થયું હતું. ટ્રસ્ટી અનિલભાઈ અને ગાયત્રી દેવીના કુશળ
નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રધ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્‌યો હતો. ભક્તિમય હવન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ શ્રધ્ધાથી ભીંજાઈ ગયું હતું. આ પ્રસંગે વિદેશી મહેમાનો અને અનેક પૂજ્ય સંતોની ગરિમામય ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉત્સવ દરમિયાન સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર મહાનુભાવોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું,