ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પશુધન નિરીક્ષકની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, પરંતુ ચર્ચાનો વિષય ત્યારે બદલાયો જ્યારે તેમણે હળવા અંદાજમાં મંત્રીને ‘દાદા જેવા ભોળા બનવા’ની સલાહ આપી દીધી. આ ટિપ્પણીથી આખું ગૃહ હાસ્યમાં ડૂબી ગયું હતું, પરંતુ મંત્રી જીતુ વાઘાણીએ તુરંત જ મોરચો સંભાળતા વળતો કટાક્ષ કર્યો હતો. તેમણે ધારાસભ્યને ટકોર કરતા કહ્યું કે, “પથ્થર મારીને ભાગી જવાની વાત ન કરશો.” મંત્રીના આ ધારદાર અને રમૂજી નિવેદને ગૃહમાં ફરી એકવાર હાસ્યનું મોજું ફેરવી દીધું હતું.
અત્યારે હળવી પળો અને નેતાઓ વચ્ચેની શાબ્દિક ખેંચતાણ પણ જાવા મળી રહી છે. તાજેતરમાં ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને મંત્રી જીતુ વાઘાણી વચ્ચે થયેલી વાતચીતે સૌના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા રાજ્યમાં પશુધન નિરીક્ષકની ખાલી જગ્યાઓ ભરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પશુપાલન વિભાગમાં પડતર જગ્યાઓને કારણે પશુપાલકોને પડતી મુશ્કેલીઓ તરફ તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું. જાકે, ચર્ચા દરમિયાન શૈલેષ પરમારે મંત્રીને ઉદ્દેશીને એક રમુજી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “દાદા જેવા ભોળા બનો…” આ સાંભળતા જ આખું ગૃહ હાસ્યના મોજામાં ડૂબી ગયું હતું. રાજકારણની ગંભીરતા વચ્ચે ધારાસભ્યની આ ટીખળને સભ્યોએ હળવાશથી વધાવી લીધી હતી.
શૈલેષ પરમારની ‘ભોળા’ બનવાની સલાહ પર મંત્રી જીતુ વાઘાણીએ પણ તુરંત જ હાજર જવાબીપણું બતાવ્યું હતું. તેમણે વળતો કટાક્ષ કરતા નિવેદન આપ્યું કે, “તમે પથ્થર મારીને ભાગી જવાની વાત ન કરશો.” મંત્રીના આ નિવેદનનો ગૂઢ અર્થ એ હતો કે પ્રશ્ન પૂછીને કે ટિપ્પણી કરીને ચર્ચામાંથી ખસી જવાને બદલે મુદ્દાની ગંભીરતા સમજવી જાઈએ. જીતુ વાઘાણીના આ તેજતર્રાર પણ રમૂજી જવાબથી વાતાવરણ ફરી એકવાર ગુંજી ઉઠ્યું હતું. ગૃહમાં બનેલી આ ઘટના હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.









































