કેન્દ્ર સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ નહીં લાવે. સૂત્રો અનુસાર, સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ નહીં લાવે. રાહુલ ગાંધીના ગઈકાલના ભાષણને બાકાત રાખવામાં આવશે કારણ કે તેમણે કરેલા આરોપોને પ્રમાણિત કરવામાં આવ્યા નથી. દરમિયાન, ભાજપના સાંસદ સંજય જયસ્વાલે લોકસભા સ્પીકરને પત્ર લખીને રાહુલ ગાંધીના ભાષણમાંથી વાંધાજનક શબ્દો દૂર કરવાની માંગ કરી છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અંગે, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, “મેં આજે લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે તેઓ સોરોસ જેવી શÂક્તઓની મદદથી દેશને કેવી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે. મેં રજૂ કરેલા પ્રસ્તાવમાં, મેં માંગ કરી છે કે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે અને રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવે અને તેમને આજીવન ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે.”
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગુરુવારે કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી, પરંતુ તેમણે પુષ્ટિ આપી કે તેમણે રાહુલ ગાંધીને સંસદમાંથી સસ્પેન્ડ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ દરમિયાન, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. એવું માનવામાં આવે છે કે તેમણે ગૃહમાં ગતિરોધ વિશે પ્રધાનમંત્રીને જાણ કરી હતી.
રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન સ્પીકરના પોડિયમ પર બેસીને ગૃહની કાર્યવાહી ચલાવનારા ભાજપના સાંસદ જગદંબિકા પાલે ગુરુવારે કહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે અને તેમને તેમના શબ્દો અને ભાષાની મર્યાદાઓનું ધ્યાન રાખવું જાઈએ. શું આ સંસદીય લોકશાહીમાં આ યોગ્ય છે?
ગુરુવારે અમેરિકા સાથેના વેપાર સોદા પર વિપક્ષી પક્ષોના સભ્યોએ લોકસભામાં હંગામો મચાવ્યો હતો, જેના કારણે સત્ર શરૂ થયાના માત્ર સાત મિનિટ પછી, ગૃહને બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. ગૃહની બેઠક શરૂ થતાં જ, અધ્યક્ષ કૃષ્ણ પ્રસાદ ટેનેટીએ પ્રશ્નકાળ શરૂ કર્યો. આ દરમિયાન, વિપક્ષી સભ્યો અમેરિકા સાથેના વેપાર સોદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોડિયમ પાસે પહોંચ્યા.
વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર વચ્ચે, કોંગ્રેસના સભ્ય પ્રભા મલ્લકાર્જુને એક પૂરક પ્રશ્ન પૂછ્યો, જેનો જવાબ ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે આપ્યો. અધ્યક્ષ અધ્યક્ષે વિપક્ષી સભ્યોને નારેબાજી બંધ કરવા અને ગૃહને કામ કરવા દેવાની અપીલ કરી.








































