ગુરુવારે સ્થાનિક શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયા. બીએસઈ સેન્સેક્સ ૫૫૯ પોઈન્ટ અથવા ૦.૬૬% ઘટીને ૮૩,૬૭૪.૯૨ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૫૦ પણ ૧૪૭ પોઈન્ટ અથવા ૦.૫૭% ઘટીને ૨૫,૮૦૭.૨૦ પર બંધ થયો. વ્યાપક બજાર પણ દબાણ હેઠળ આવ્યું. ટ્રેડિંગના અંતે, બીએસઈ ૧૫૦ મિડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% ઘટીને, જ્યારે બીએસઈ ૨૫૦ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૮૬%નો તીવ્ર ઘટાડો નોંધાયો.
અહેવાલો અનુસાર, આઈટી શેરોમાં ભારે વેચવાલીથી આજે બજારનો સેન્ટમેન્ટ નબળો પડ્યો. આનું કારણ આ ક્ષેત્ર પર એઆઈમાં વૃદ્ધિની અસર અંગે ચિંતા હતી. યુએસ ડોલરમાં વધારો અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી પણ એકંદર નકારાત્મક સેન્તીમેન્ત માં વધારો થયો.
નિફ્ટી ૫૦ પેકમાં, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને વિપ્રો મુખ્ય નુકસાનકર્તાઓમાં સામેલ હતા, જેમાં ૫% સુધીનો ઘટાડો થયો. બીજી તરફ, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં મજબૂતી જાવા મળી, ૨% સુધીનો વધારો થયો. બજારની પહોળાઈ નકારાત્મક રહી, લગભગ ૧,૪૬૮ શેરોમાં તેજી રહી, ૨,૦૧૧ નીચા બંધ થયા અને ૧૭૫ યથાવત રહ્યા.









































