કોડીનાર ફોરસાઈટ પ્રિ-શાળાના પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કે.જી., સિનિયર કે.જી. બાલવાટિકાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યાર બાદ દેશભક્તિથી ભરપૂર કોમ્પિટિશન “Dress to your best republic day” સાથે સાહિત્યિક રીતે રાષ્ટ્રપ્રેમ સાથે ભાવુક રીતે ઉજવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલક અંકિતાબેન ગોઢાણીયા, અને સ્ટાફ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.