સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને ઠપકો આપ્યો છે. વર્ષ ૨૦૨૩ માં થયેલા હુમલાના કેસની તપાસ ન કરવા બદલ પોલીસને આ ઠપકો આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, પોલીસ યુનિફોર્મ પહેર્યા પછી, વ્યક્તિએ ધર્મ અને જાતિ સહિત તમામ પ્રકારના પૂર્વગ્રહોથી ઉપર ઉઠવું જોઈએ અને કાયદા અનુસાર ફરજ બજાવવી જોઈએ.સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ગૃહ સચિવને નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો સાથે વરિષ્ઠ અધિકારીઓની જીં ની રચના કરવી જાઈએ અને તપાસ કરવી જાઈએ.હકીકતમાં, સુપ્રીમ કોર્ટે આ આદેશ એ અરજી પર આપ્યો છે જેમાં મે ૨૦૨૩ માં મહારાષ્ટ્રના અકોલામાં થયેલા કોમી રમખાણોની તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. દોષિત પોલીસ અધિકારીઓ સામે તેમની ફરજામાં નિષ્ક્રિયતાતા અને પક્ષપાતી તપાસ બદલ ફોજદારી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.અરજદારે પોતાને હત્યાના સાક્ષી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે વાસ્તવિક ગુનેગારને બદલે મુસ્લિમ વ્યક્તિઓ સામે FRI નોંધવામાં આવી હતી. અરજદારે રમખાણો દરમિયાન પોતાના પર હુમલો થયાનો પણ આરોપ લગાવ્યો હતો. અગાઉ, બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી, જેમાં કહ્યું હતું કે અરજદારે સમયસર પોલીસને જાણ કરી ન હતી. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે પીડિતાનો પરિવાર પોતે કોર્ટમાં પહોંચ્યો ન હતો અને અરજી કોઈ “છુપાયેલા હેતુ” સાથે દાખલ કરવામાં આવી હોય તેવું લાગે છે.હકીકતમાં, ૧૩ મેના રોજ, મહારાષ્ટ્રના અકોલામાં બે સમુદાયો વચ્ચે કોમી હિંસા થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૮ લોકો ઘાયલ થયા હતા. શરૂઆતમાં, પોલીસે આ કેસમાં ૬ FRI નોંધી હતી.આ કેસમાં મહારાષ્ટ્રના અકોલા રમખાણોમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલીસે આ મામલાની યોગ્ય તપાસ કરી નથી અને ગંભીર ઈજાઓ છતાં મેડિકલ રિપોર્ટને અવગણ્યો છે. અરજીમાં પોલીસ તપાસમાં ખામીઓ અને ન્યાય ન મળવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘાયલ સાક્ષી (મોહમ્મદ હમ્મદ અફઝલ) ને ફરિયાદ પક્ષના સાક્ષીઓની યાદીમાંથી બહાર રાખવા અને ઘટનાઓની તપાસ તેમના પક્ષમાં ન કરવી એ પોલીસ અધિકારીઓના ખરાબ ઈરાદાની નિશાની છે. હવે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે પોલીસને ઠપકો આપ્યો છે.









































