ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મધ્યપ્રદેશમાં ૨૦૨૬ની રાજ્યસભાની પેટાચૂંટણી માટે હરદીપ સિંહ પુરીને નામાંકિત કર્યા છે. પુરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના સભ્ય છે અને હાલમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ધરાવે છે. ભાજપના નેતા એલ. મુરુગન દ્વારા ઓક્ટોબરમાં બેઠક ખાલી કર્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. રાજ્યસભા અને મંત્રીમંડળમાંથી એલ. મુરુગનના રાજીનામા બાદ, કેન્દ્રમાં એનડીએ સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે ૧૨ નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણી પહેલા મધ્યપ્રદેશ ભાજપ દ્વારા ચર્ચામાં રહેલા સંભવિત ઉમેદવારોમાં પુરીનું નામ પણ સામેલ હતું.
ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કોર કમિટીએ અંતિમ નિર્ણય માટે ચારથી પાંચ નામોની પેનલ કેન્દ્રીય નેતૃત્વને મોકલવાનો નિર્ણય લીધો હતો. ઉત્તરપ્રદેશમાંથી હરદીપ સિંહ પુરીનો વર્તમાન રાજ્યસભાનો કાર્યકાળ ૨૫ નવેમ્બરે સમાપ્ત થાય છે. ભાજપે તાજેતરની રાજ્યસભા ચૂંટણીઓ માટે તેમને ઉત્તરપ્રદેશમાંથી ફરીથી નોમિનેટ કર્યા ન હતા, જેના કારણે ઉપલા ગૃહમાં તેમનું સતત રોકાણ અનિશ્ચિત બન્યું હતું.
હરદીપ સિંહ પુરી ભારતીય રાજકારણમાં એક જાણીતા વ્યÂક્ત છે. તેમણે ભારતીય વિદેશ સેવા અધિકારી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને અનેક મહત્વપૂર્ણ રાજદ્વારી હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં અનેક વિભાગો સંભાળ્યા છે. તેઓ ભૂતપૂર્વ રાજદ્વારી અને કેન્દ્રીય મંત્રી તરીકે ઓળખાય છે.હરદીપ સિંહ પુરી ૨૦૧૪ માં ભાજપમાં જાડાયા બાદ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૭ માં, તેમને કેન્દ્ર સરકારમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૨૧ માં, તેઓ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી બન્યા, અને હાલમાં તેઓ આ વિભાગ સંભાળે છે.





































