સાવરકુંડલાની પરિણીતાને અમદાવાદમાં પતિએ ધમકી આપી ઘરેથી કાઢી મૂકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે રેહાનબેન નાસીરભાઈ કુરેશી (ઉ.વ. ૩૭)એ પતિ જાવેદભાઈ દાદુભાઈ ગોરી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પતિ તેમને હેરાન-પરેશાન કરી “તને કરિયાવરમાં કાંઈ આપેલ નથી” તેમ કહી મેણાં-ટોણાં મારતો હતો. આ ઉપરાંત તેમને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપતો હતો. પતિ તેમને માર મારતો હતો તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આખરે પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે.જે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.



































