સાવરકુંડલા તાલુકામાં વિકાસની ગતિને વેગ આપવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે વિવિધ ગામોમાં રૂ.૨.૩૯ કરોડના ખર્ચે તૈયાર થનારા જનસુવિધાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસ કાર્યો અંતર્ગત ખાલપર ગામે રૂ.૯૬.૭૦ લાખના ખર્ચે અને વાશીયાળી ગામે રૂ.૧.૧૮ કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ નાની વડાળ ગામે રૂ.૨૫ લાખના ખર્ચે નવી ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં સુવિધા અને શિક્ષણને મજબૂતી આપવી એ જ અમારો મુખ્ય લક્ષ્ય છે.આ વિકાસ કાર્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વધુ સુદ્રઢ બનશે તથા નાગરિકોને પાયાની સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થશે.