સાવરકુંડલાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોની ચૂંટણીઓ યોજાઇ રહી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત હાલ ઉમેદવારોના પ્રચાર માટે સાવરકુંડલાના ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે. સાંજે નગરપાલિકાના શહેરી વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, હાલમાં સાવરકુંડલા શહેર અને ગ્રામ્યના મતદારોને જે સ્થાનિક જરૂરિયાત હોય તે મળતી નથી. લોકો સરકારની ખોટી નીતિ, મોંઘવારી, બેરોજગારી તેમજ સ્થાનિક સમસ્યાથી પીડાઈ રહી છે.










































