અમરેલીના શેડુભાર ગામે આવેલ સહકારી મંડળીનું શટર હથિયાર વડે તોડી ત્રાટકેલા ઇસમો કબાટમાં રાખેલા ખાતરના વેચાણના રૂ.૩,૨૯,૪૬૧ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ચેતનભાઈ જેરામભાઈ ગજેરા (ઉ.વ.૪૩)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ બે દિવસ પહેલા રાત્રે સાડા નવેક વાગ્યાથી સવારના સાડા સાતેક વાગ્યા સુધીમાં શેડુભાર સહકારી મંડળીના શટર કોઇ હથિયાર વડે તોડી, ખોલી મંડળીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને મંડળીનાં કબાટના બારણા ખોલી તેમાં ખાતર વેચાણના રાખેલા રોકડા રૂ.૩,૨૯,૪૬૧ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.