લાઠીના ભગતપરામાં રહેતા પ્રતિકભાઈ વિજયભાઈ બદાણીયા (ઉ.વ.૨૨)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ભુરખીયા ગામે હનુમાનજી દાદાના મંદિરના રસોડેથી ભુરખીયા બસ સ્ટેન્ડ સુધીમાં ચાલીને આવતા હતા તે દરમિયાન પેન્ટના ખિસ્સામાં રાખેલો રૂ.૧૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ પડી જતાં અજાણ્યો ઇસમ ચોરીને ફરાર થઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.