વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાવર ગામે લાઈટનો થાંભલો ઊભો કરતી વખતે ૫ મજૂરોને કરન્ટ લાગ્યો હતો જેમાંથી ૨ મજૂરોના મોત થયા હતા. વાવર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મજૂરો મારફતે વીજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. મજૂરો વીજપોલ ઉભા કરી રહ્યા હતા. તે દરમિયાન વીજપોલ નજીકથી પસાર થતી હાઇટેન્શન લાઇન સાથે અથડાતા જ ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કામગીરી કરતા પાંચ મજૂરોને જોરદાર વીજ કરંટ લાગતા જમીન પર ઢળી ગયા હતા.
ઘટનાની જાણકારી મળતાં કપરાડા પોલીસના અધિકારી, વીજ કંપનીના અધિકારી સહિત કાફલો દોડી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં બે મજૂરો સુરેશ કુસનાભાઇ પવાર અને સાગર આંબાદાસ સરનાયકના મોત થયા હતા.






































